URVAKIL AI નો ઉપયોગ કરવા અંગે સમજૂતી
આ AI ખાસ ગુજરાતી વકીલો ની મદદ માટે બનાવેલ છે.
અહીં તમે કોઈપણ પ્રકારના ડ્રાફ્ટ બનાવી શકો છો અને હાઇ કોર્ટના નવા પરિપત્ર મુજબ ના પેજ સેટિંગ, ફૉન્ટ વગેરે સાથે ની MS-WORD ફાઇલ (. docx ) રૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. તમે કોઈપણ કાયદા ની કલમો ગુજરાતીમાં સમજાવવા કહી શકો છો. આ ઉપરાંત કોઈપણ જજમેંટ નું અર્થઘટન પૂછી શકો છો, તમારા કેસ માટે લાગુ પડતાં જજમેંટ અને અન્ય માહિતી માટે રિસર્ચ કરવા નું પણ કહી શકો છો. મારે આ પ્રકાર ની મેટર છે તો શું કરવું જોઈએ એ પણ પૂછી શકો છો.
આ એક અત્યતંત આધુનિક , ઇન્ટેલીજન્ટ એ આઈ છે, જે જાહેર રીતે ઉપલબ્ધ હોય એવા લાખો કોર્ટ દસ્તાવેજો ને આધારે તૈયાર કરવામાં આવેલ છે. અહીં ખોટા જજમેન્ટ કે ખોટી કલમો નો ઉલ્લેખ ના થાય એનું ધ્યાન રાખેલ છે. અમારા ટેસ્ટિંગ દરમ્યાન કોઈ ભૂલ જણાયેલ નથી, તેમ છતાં તમે ઈચ્છો તો ચેક કરી શકો છો.
આ એક પેઇડ સર્વિસ છે, પણ તમે ટાઇપ કરાવવા માટે જે રકમ ચૂકવો એના કરતાં ઘણી ઓછી કિંમતે તમે આનો ઉપયોગ કરી શકો છો. ટાઇપ વાળા પાસે જવાનું , ઊભા રહીને ટાઇપ કરાવવાનું , પેજ દીઠ પૈસા ચૂકવવા ની જરૂર નથી. શરૂઆતમાં રજિસ્ટ્રેશન કરાવનાર પ્રથમ 100 લોકોને એક હજાર રૂપિયા નું બેલેન્સ મફત આપવામાં આવશે. ત્યારબાદ દરેક મેમ્બર ને પ્રથમ વાર રૂપિયા એકસો નું મફત બેલેન્સ આપવામાં આવશે , જેથી તમે આની ઉપયોગિતા ચેક કરી શકો.
તમારી પાસે કોઈ જજમેન્ટ ની પીડીએફ ફાઇલ હોય તો તે ફાઇલ અપલોડ કરીને તે વિષે ગુજરાતીમાં સમજાવવા માટે કહી શકો છો. તે ચુકાદા ની પીડીએફ ના આધારે તમારો કેસ લો તૈયાર કરવા કહી શકો છો, તમે અપલોડ કરેલ પીડીએફ બાબત કઈં પણ પૂછી શકો છો.
કોઈપણ પ્રકારના ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી શકો છો, અને તૈયાર થયેલ ડ્રાફ્ટ ને હાઇ કોર્ટના નિયમ મુજબ ના સેટ્ટિંગ સાથે docx ફાઇલ એટલે કે MS-WORD ની ફાઇલ રૂપે ડાઉનલોડ કરી શકો છો અને જરૂર લાગે તો એડિટ કરી શકો છો. આ રીતે ડાઉનલોડ કરેલ ફાઇલ એડિટ કરવા માટે તમારે લોહિત ફૉન્ટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે , કોઈ પેજ સેટ્ટિંગ કરવા ની જરૂર નહીં પડે. ગુજરાતી માટે 13 પોઈન્ટ લોહિત ફૉન્ટ, ઇંગ્લિશ માટે 14 પોઈન્ટ Times New Roman, ડાબે જમણે 4 સેમી , ઉપર નીચે 2 સેમી માર્જિન, સામાન્ય લખાણ માટે 1.5 ની લાઇન સ્પેસ, કોટેશન, ઇન્ડેન્ટ માટે અલગ 12 ફૉન્ટ સાઇઝ, અલગ ઇન્ડેન્ટ, 1.0 ની સ્પેસ વગેર બધુ જ સેટ્ટિંગ હાઇ કોર્ટ ના 22 ડીસેમ્બર ના પરિપત્ર મુજબ આપમેળે થશે. બધા સેટ્ટિંગ સાથે ની docx ફાઇલ ડાઉનલોડ થશે. તેમ છતાં જો તમારા કમ્પ્યુટર માં ફૉન્ટ ના દેખાય તો તમે નીચે આપેલ ફૉન્ટ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.
લોહિત ફૉન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
આ ફૉન્ટ કેવી રીતે ઇન્સ્ટોલ કરવા એ જાણવા માટે અહી ક્લિક કરો.
તમારે કોઈ કાયદાની કોઈ કલમ સમજવી હોય તો પણ પૂછી શકો છો.
તમારા કેસ માટે કોઈપણ પ્રકારની મદદ જરૂર હોય તો સાદી , બોલચાલ ની ગુજરાતી ભાષા માં પૂછી શકો છો , કે મારે આ પ્રકારનો કેસ છે , અથવા આ પ્રોબ્લેમ છે તો મારે શું કરવું જોઈએ.
અન્ય કોઈપણ માહિતી કે સૂચન માટે email: info@urvakil.com